રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા હનુમંત કથા પ્રસંગે ભવ્ય આયોજન
કળશમાં રહેલા અક્ષત (ચોખા)જીવનનું પ્રતિક છે, જ્યારે તેના ઉપર સ્થાપિત શ્રીફળ અને આમ્રપર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંદેશવાહક માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના મુખ્ય આયોજક અને સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ), આશિષભાઈ શુક્લ,રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિહ પરમાર, રમેશભાઈ શિગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા ,વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, આપણી પવિત્ર પરંપરાને વધુ વ્યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી આવતીકાલે તા.૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્યાથી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રા દરમિયાન તમામને અક્ષત (ચોખા) આપવામાં આવશે.
આ પણ વાંચો: `સરગમ’: પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓનો અરીસો
આ કળશ સંત ભક્તિ પ્રકાશ સ્વામી ખીરસરાના હસ્તે ઝોન વાઇસ વિતરણ કરવામાં આવેલ હતા. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઝોનવાઇઝ કળશ યાત્રાઓ યોજાશે. કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લેશે. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને આધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિવિધ ઝોનમાં યાત્રાનું આયોજન
અક્ષત કળશ યાત્રાના ઝોન-૧
સ્પીડવેલ પાર્ટી પ્લોટ ટઢઘ હવેલી ચોક
ઝોન-૨
બાપાસીતારામ ચોક, હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો ૮૦નો રોડ મટુકી ચોકથી પાણીનો ટાંકોથી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી, કોઠારીયા રોડ.
ઝોન-૩
રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા-શીતલ પાર્ક
ઝોન-૪
સંકીર્તન મંદિર-કાલાવડ રોડ આજુબાજુનો વિસ્તાર
ઝોન-૫
સાધુ વાસવાણી રોડ-આજુબાજુનો વિસ્તાર
ઝોન-૬
પોપટપરા-વાલ્મિકી નગર
ઝોન-૭
બોલ બાલા મેઇન રોડ, ગુંદાવાડી મેન રોડ, આજુબાજુનો વિસ્તાર
ઝોન-૮
રેલ નગર વિસ્તાર
ઝોન-૯
રણછોડ વિસ્તાર
ઝોન-૧૦
કોઠારીયાગામ-રણુજા મંદિર આજુબાજુનો વિસ્તાર
ઝોન-૧૧
ચમત્કારિક હનુમાનજી મંદિર, સોરઠીયા વાળી મેઇન રોડ, હુડકો વિસ્તાર.
